વન્સ અપોન અ ટાઈમ - 93

(84)
  • 6.8k
  • 13
  • 4.3k

અરુણ ગવળી અને મુંબઈ પોલીસ વચ્ચે ઉંદર-બિલ્લી જેવી રમત ચાલુ હતી ત્યારે બીજી બાજુ દાઉદ ઈબ્રાહિમનો વિશ્વાસુ બની ગયેલો અબુ સાલેમ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાછળ નહાઈ-ધોઈને પડી ગયો હતો એણે અગાઉ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નાના મોટા છમકલા કર્યા હતાં. અબુ સાલેમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ખેરખાંઓ પાસેથી ખંડણી ઉઘરાવવા માંડી હતી. આ દરમિયાન અબુ સાલેમ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક સફળ ડિરેક્ટર પાસેથી દોઢ કરોડની ખંડણી માગી. એ ડિરેક્ટરની સસ્પેન્સ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી હતી. એટલે અબુ સાલેમની નજર એના પર પડી હતી.