માથાભારે નાથો - 22

(64)
  • 5.4k
  • 6
  • 2k

રાઘવ અને ત્રણેય દોસ્તો નાથો, મગન અને રમેશ સંઘવી બ્રધર્સની ઓફિસમાંથી નીચે ગણેશ હોટલમાં જમવા પહોંચ્યા ત્યારે બપોરના બે વાગ્યા હતા. નરશી માધા, એ જ વખતે સંઘવી બ્રધર્સના સેલ વિભાગમાં પહોંચ્યો હતો. સેલમાં એને બે ત્રણ જણ ઓળખતા હતા. સવજીએ જે હીરા નરશીને બતાવ્યા હતા એ પ્રકારની ક્વોલિટી હોય તો તે બતાવવાનું કહીને એ બેઠો. એસોર્ટરે નરશીને અલગ અલગ રફ બતાવી.પણ નરશીને જોઈતો માલ એમાં નહોતો. હીરાની ક્વોલિટી સારી હતી, અને ભાવ પણ નરશીને પોસાય તેવો જ હતો. વળી નરશીની શાખ પણ આ કંપનીમાં હતી એટલે એને આરામથી જોઈએ એટલી રફ અને કમાઈ શકાય એવા હીરા ઉધારમાં પણ મળી