શાયરી એ શાયરી છે,દૂખી જીવનની ડાયરી છે; પ્રેમ ભર્યા જીવનની પાયરી છે,પછી ભલેને હોય મારી કે તમારી. ન પૂછો તો સારું, કહું છું હું વાત કોની;નાહક થઇ જશે બદનામ, મારા ઉચ્ચાર માં પણ. ઉત્કટ એક એવું હેત છે, જેસ્વપન માં - સત્ય માં 'કરે છે અંગે અંગ માં માત્ર ઇંતેજારી આપની.' કુંપળો ફૂટી નથીને ડાળ કાં કાપો તમે?પ્રેમને બદલે ઝેર કાં આપો તમે?આપને માન્યા સ્વજન શું, એ જ છે મારી કસૂર?જીવતી છું હજુ તો હુ, આગ કાં ચાંપો તમે! જમાનાને કહીદો, મને ના સતાવે,દુનિયાની રસમો મને ના બતાવે;કે આ મામલો સાવ અંગત છે મારો, ભલા થઇ એને જાહેરમાં ના