સપના અળવીતરાં - ૪૮

(47)
  • 4.6k
  • 5
  • 1.4k

"કાંટોસે ખીંચકે યે આંચલ, તોડ કે બંધન બાજે પાયલ... "મોબાઈલ માં રીંગટોન તરીકે સેવ કરેલુ ગીત સાંભળવા છતાં રાગિણી એ કોલ રીસિવ કરવાની દરકાર ન કરી. કેયૂર ને તો હજુ ગુડબાય કરી તે અંદર આવી હતી. કે. કે. અને મમ્મા પાપા સાથે તો રોજ રાત્રે વાત થતી. બીજું તો કોણ હોઇ શકે? કદાચ ઓફિસમાંથી કોલ હોઇ શકે. પણ એ બધા જાણે છે રાગિણી ની આદત. પહેલા આખી રીંગ વાગવા દેશે અને રીંગ બંધ થઇ જાય ત્યાં સુધી મસ્તી થી ગીત સાંભળશે. પહેલીવાર માં તો કોઇ દિવસ કોલ રીસિવ ન થાય. પછી સામેથી કોલ કરે... ગીત વાગતુ બંધ થયુ અને રાગિણી પોતાની