રીવેન્જ - પ્રકરણ - 13

(159)
  • 8k
  • 10
  • 4.6k

પ્રકરણ-13 રીવેન્જ અન્યાએ ફોન સ્વીચ ઓફ કર્યો. રાજવીરને ચૂમી લીધો રાજવીરે અન્યાની આંખમાં સ્કોચ અને સફળતાનો નશો જોયો એને કંઇક વધુજ લાગ્યો. એણે અન્યાને કહ્યું તારો બીજો પેગ તૈયાર છે ડાર્લીંગ એમ કહીને પ્યાલી હાથમાં આપી. અન્યાએ રાજવીરને એનો પેગ આપ્યો રાજવીરે સોડા ઉમેરીને ચૂસ્કી લેવાં માંડી. અન્યાએ ફરીથી નીટ..જ પેગ ધીમે ધીમે લેવા માંડ્યો. રાજવીરને થોડો સ્થિર થયેલો જોઇને અન્યાએ પૂછ્યું એય રાજા... શેનાં વિચારમાં છે તું પ્હેલાં જેવો મૂડ કેમ નથી ? રાજવીરે કહ્યું કંઇ નહીં તારી વાતો પાપા સાથેની સાંભળી રહેલો હું તો બસ તને પ્રેમ કરવાનાં મૂડમાં જ છું અને તારી સકસેક ઉજવવામાં છું.