પ્રકરણ – 7 ક્ષણનો પણ વિલંબ ન થવા દીધો કોઈ અજ્ઞાત શક્તિએ મને પુલની રેલિંગ પર ચડાવવામાં. આજુબાજુ ખડકાયેલાં બહેરા-મૂંગા પહાડો જેનાથી લપેટાયેલાં છે એ અજાણ્યાં વૃક્ષોના પર્ણો ફરફરવાથી ઉત્પન્ન થતો અવાજ, એ પહાડોની વચ્ચેથી આડાઅવળાં વળાંકો લઈને પુરપાટ ગતિએ દોડતી તટિનીની જળરાશિની સપાટીથી આ પુલની ઊંચાઈ અને એ તટિનીના માર્ગમાં આવતી શિલાઓ સાથે તેનું નીર અફળાવાથી ઉત્પન્ન થતા બિહામણા નાદથી સર્જાતા દ્રશ્યની દારુણતા મને એ હદે ડરાવી ન શકી કે હું અહીંથીં કૂદકો ન મારું. થોડીવાર હવામાં...... ને પછી...... ભફાંગ....... પાણીમાં ઘણો ઊંડો ઊતરી ગયો. શ્વાસ રોક્યો અને મોં બંધ રાખ્યું. હાથ-પગથી પાણી નીચે ધકેલીને ઉપર આવતો ગયો. નદીનો