શાપિત વિવાહ -10

(91)
  • 12.1k
  • 4
  • 8k

અનિરુદ્ધ જરા પણ વિલંબ કર્યા વિના જલ્દીથી પાણી લઈ આવે છે અને પૃથ્વીબાપુને પાણી આપે છે અને પછી તેઓ પોતાની વાત આગળ ધપાવે છે... ******** સમય વીતતાં ક્યાં વાર લાગે છે એમ વિશ્વરાજસિહ અને હસુમતીનો પ્રેમ વસંતરૂતુની જેમ પાગર્યો હતો. બંને જાણે એકમેક માટે સર્જાયા હોય એવું લાગી રહ્યું હતું. અને આ બાજુ તેમના બંને સંતાનો મોટા થઈ રહ્યા હતા. જયરાજ અને બધા ભાઈઓ કુમુદ ને બહુ સારૂ રાખતા. આખરે બધા ભાઈઓ વચ્ચે એકની એક બહેન હતી. હવે કુમુદ પણ મોટી થઈને સોળ વર્ષની સોહામણી કન્યા બની. તેનુ રૂપ સોળે કળાએ ખીલ્યું હતુ. અપ્સરાઓ ને પણ શરમાવે એવુ તેનુ જોબન