ગીરાને બધાએ ભરપૂર માણ્યો. ટુર ઈન્સ્ટ્રક્ટરની સુચના અનુસાર બધા ગીરાને વિદાય આપી બસ તરફ પરત ફર્યા. ગીરાને વિદાય આપવી કોઈનેય ગમતું ન હતું પણ શું કરે આગળ બીજી જગ્યાઓનું પણ આમંત્રણ જો હતું. બધા બસ આગળ પહોંચી ગયા. સમય બપોરના સાડા બારનો થયો હતો. જમવાના સમયે સવારના નાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ હતી. ચા-પૌવા 'ને કોફી. બધા નાસ્તા માટે કતારમાં ડીશ લઈને ગોઠવાઈ ગયા. કેટલાકના બંને હાથમાં નાસ્તો લેવા માટેની ડીસ હતી તો વળી બે જણા વચ્ચે એક ડીસ લેવાવાળા પણ હતા. મિકી અને વિરલ તેમાનાં એક હતા. નાસ્તાની ડીસ એક અને ખાનારા બે. જાણે પ્રેમ ત્યાંજ વહેંચાતો હતો. નાસ્તો કરતા-કરતા