રીવેન્જ - પ્રકરણ - 12

(168)
  • 6.6k
  • 2
  • 4.4k

પ્રકરણ-12 રીવેન્જ અન્યા આજે ફુલ "મૂંડમાં હતી. રાજવીરની પાછળ બેસીને ક્યારની મસ્તી કરતી અને રાજવીરને ઉત્તેજીત કરતી હતી રાજવીરે કહ્યું "એય અન્યા આવો મૂડ બનાવી રાખજે હજી શરૂઆત છે અને "મૂડી" અન્યાનો પાકો અનુભવ હતો. અન્યાએ કહ્યું "એય ઝડપથી હવામાં ઉડાવને ફરી વાર હું જાણે તારાં ફટફટીયામાં બેઠી હોઊં એમ કારમાં પણ તને એમજ વળગીને બેઠી છું. રાજવીર કહે એની પણ મજા છે. અને બેન્ડ સ્ટેન્ડ નજીક આવેલી હાઉસ ઓફ નોમાડ પાસે ગાડી ઉભી રાખી અને સીક્યુરીટીએ કારનાં ડોર ખોલ્યા અને બંન્ને જણા ઉતરી ગયાં અને સીક્યુરીટીને ગાડીની ચાવી આપી અને વેલે પાર્કીંગ માટે લઇ ગયો. અન્યા