વન્સ અપોન અ ટાઈમ - 90

(92)
  • 7.7k
  • 12
  • 4.4k

‘એકબાજુ દાઉદ, રાજન અને ગવળી વચ્ચે ખંડણી ઊઘરાણી માટે હરિફાઈ ચાલી રહી હતી ત્યારે બીજી બાજુ આ કલ્યાણ-ડોંબિવલી તેમ જ એની આજુબાજુના ઉપનગરોમાં સુરેશ મંચેકર ગજું કાઢી રહ્યો હતો. સુરેશ મંચેકરે પોતાની આગવી ગેંગ ઊભી કરી હતી અને એ બિલ્ડર્સ અને બિઝનેસમેનની સાથે સફળ ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને અન્ય પ્રોફેશનલ્સ પાસેથી પણ ખંડણી ઊઘરાવવા માંડ્યો હતો. દાઉદ ઈબ્રાહિમની જેમ સુરેશ મંચેકરે પણ પોતાની ગેંગમાં યુવતીઓની ભરતી કરવા માંડી હતી. સુરેશ મંચેકરે તો દાઉદ ગેંગથી એક ડગલું આગળ વધીને મુંબઈની કોલેજિયન યુવતીઓનો ખંડણી ઉઘરાણી માટે ઉપયોગ કરવા માંડ્યો.