64 સમરહિલ - 105 - છેલ્લો ભાગ

(559)
  • 19.3k
  • 24
  • 6.6k

બેહદ ભારે કદમે આગળનો પ્રવાસ શરૃ થયો હતો. એ આખો દિવસ અડાબીડ પહાડીઓમાં તોફાની હવા ફૂંકાતી રહી એથી તેમની ગતિ થોડીક ધીમી પડી પણ ફાયદો એ થયો કે પવનના તોફાનને લીધે હેલિકોપ્ટરનો ડર ન હતો. સુરજ આથમ્યો ત્યારે અવરોહણ શરૃ થતું હતું એટલે મોડી રાત સુધી તેમણે મુસાફરી ચાલુ રાખી અને પછી પહાડની આગોશમાં વિરામ લીધો. ચોથા દિવસે એક વિરાટ પર્વત ઓળંગવાનો હતો. નેદોંગની પર્વતમાળાનો એ છેલ્લો વિકરાળ પહાડ હતો. એ સલામત રીતે વળોટી જવાય તો આગળના મેદાની વિસ્તારમાં મરેલા ખચ્ચર, યાકના ચામડા ચીરતા ગેન્માઓના કબીલા તૈયાર જ હતા. સૌએ તેમાં ભળી જવાનું હતું.