અંગારપથ. - ૨૩

(272)
  • 9.6k
  • 5
  • 6.1k

અંગારપથ. પ્રકરણ-૨૩. પ્રવીણ પીઠડીયા. ધૂઆંધાર ફાયરિંગ બંધ થયું એ સમય સુધીમાં તો કિલ્લામાં મોતનો ઓછાયો છવાઇ ચૂકયો હતો. સંજય બંડુ અને તેના તમામ સાથીદારોનો સોથ નીકળી ગયો હતો. પોલીસ પાર્ટીને કમિશનર સાહેબની ખૂલ્લી છૂટ મળતાં જ ભૂખ્યાં વરુનાં ટોળાઓ જેમ બકરીઓનાં સમુહ ઉપર ત્રાટકે એમ બંડુનાં માણસો ઉપર ત્રાટકી પડયાં હતા અને એક એક માણસને વિણી વિણીને સાફ કરી નાખ્યો હતો. પછી તેમના મૃતદેહોને કિલ્લાની વચ્ચે એક ખાલી જગ્યામાં લાવીને લાઇનસર ગોઠવ્યાં હતા. એ દરમ્યાન આ સમાચાર ગોવા પોલીસ હેડક્વાટરે પહોચ્યાં હતા અને ત્યાંથી મારંમાર કરતી પોલીસ જવાનોની ટૂકડીઓ કિલ્લા તરફ આવવાં નીકળી પડી. કમિશનર અર્જૂન પવાર ખુદ