ઇલેક્ટ્રિક વ્હીકલ – નીતિ સામેના પડકારો

  • 3.2k
  • 1k

અગાઉના ઇલેક્ટ્રિક વ્હીકલ પરના લેખો ‘ઇવીનો ઉત્પાત’ અને ‘ઇલેક્ટ્રિક વ્હીકલ – સરકારશ્રી દ્વારા લેવામાં આવી રહેલ નીતિ વિષયક પગલાઓ’માં જોયું કે, દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલોનો વ્યાપ વધારવાનું જ નહીં, બલ્કે ઇલેક્ટ્રિક વ્હીકલોનો જ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાનો સરકારે નિર્ણય કરી લીધો છે. સરકારશ્રી દ્વારા વિવિધ પગલાઓ લઇ, આ નીતિને પ્રોત્સાહન આપવામાં આવી રહેલ છે. મિત્રો, ઇલેક્ટ્રિક વ્હીકલની નીતિ ખરેખર દેશનું પર્યાવરણીય અને આર્થિક ભાવી બદલી શકે તેવી ભવ્ય અને ઉત્કૃષ્ટ છે, પરંતુ આવી ઐતિહાસિક અને ઉન્નત નીતિ અમલમાં મૂકતાં પહેલા તેની સામેના સંભવિત પડકારો તરફ નજર નાખી લેવી જોઇએ, જેથી તેનો સામનો કરવા આપણે સુસજ્જ રહી શકીએ. ઇલેક્ટ્રિક વ્હીકલ નીતિની અમલવારી સામે આપણા