22.(ડૉ. રાજન જ્યારે પોતાની વેદાંત સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં રાઉન્ડ લઈ લઈ રહ્યાં હતાં, બરાબર એ જ સમયે દિક્ષિત અખિલેશને બેભાન હાલતમાં લઈને આવે છે, આથી ડૉ. રાજન અખિલેશને સાઈકિયાટ્રિક આઈ.સી.યુ માં દાખલ કરીને તાત્કાલિક સારવાર આપવાનું ચાલુ કરી દે છે…..જ્યારે બીજી બાજુ દીક્ષિત સાઈકિયાટ્રિક આઈ.સી.યુ ની બહાર બેસે છે, અને તેની આંખોમાંથી દુઃખને લીધે આંસુઓ વહેવા માંડે છે, અને દીક્ષિતનાં મનમાં અનેક વિચારો આવવાં લાગે છે….) લગભગ એકાદ કલાક બાદ ડૉ. રાજન સાઈકિયાટ્રિક આઈ.સી.યુ ની બહાર આવે છે, ડૉ. રાજનને બહાર આવતાં જોઈને દીક્ષિતે ડૉ. રાજનને પૂછ્યું."સાહેબ ! શું થયું અખિલેશને….? આમ તે એકાએક બેભાન કેવી રીતે થઈ ગયો..? બેભાન