ધારા હાથમાં રાખડી પકડીને એક પછી એક અમારી સામે જોતી હતી. પેલા પ્રણયની સામે પછી મારી સામે અને અંતે એણે ધેર્ય સામે જોયું. બધાંની સામે જોયા પછી એ મારી તરફ ફરી અને બોલી, " હુ સાહિલને રાખડી બાંધીશ. " હુ અવાચક થય ગયો. પેલા બન્ને તો મારી સામે વિજયી સ્મિત આપતાં હતાં. એમા ધેર્ય બોલ્યો, " લે સાહિલ હાથ લાંબો કર, ધારા રાખડી બાંધીદે તને. " દોસ્તો આવા હરામી જ હોય છે વાગ્યા પર મીઠુ ભભરાવે. મે એની સામે કાતર મારી. ત્યાં જ ધારા બોલી, " સાહિલ હાથ લાંબો કર ને હવે હુ રાખડી બાંધી દવ. " મારો હાથ એમ