વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-6)

(30)
  • 4.9k
  • 1
  • 2.4k

પ્રકરણ – 6 “અરે, હા! હું ઝટ વાત પતાવું.” વધેલી ચા એક જ સડાકે પૂરી કરીને તેમણે વાતની પુનઃશરૂઆત કરી- “કાલે બપોરે હું ઘરે બેઠો હતો અને ટપાલી આવ્યો હતો. તે મને એક મોટું પરબીડિયું આપી ગયો. મેં પરબીડિયું ખોલ્યું. અંદરથી પાંચ વસ્તુઓ નીકળી. કેટલી?........ કેટલી?” “પાંચ.” “હં, સરસ! તેમાં ત્રણ પત્રો હતાં. ત્રણેયનો સારાંશ એમ નીકળતો હતો કે વૈદેહી નામની છોકરી મરવા પડી છે. એને મારી મદદની જરૂર છે.” હું ચમક્યો. કદાચ, ડૉ.પાઠકને આયોજક વિશે કંઈ જાણ થઈ હોય. મેં વચ્ચે જ પૂછી લીધું- “આવો પત્ર કોણે મોકલ્યો હતો?” “એ જ સમસ્યા હતી, ભૈ! પત્ર અનામી હતો. અનામી એટલે-”