શાપિત વિવાહ -9

(90)
  • 10k
  • 3
  • 8.1k

પૃથ્વીબાપુ : બેટા હુ તને કહુ છું. વર્ષો પહેલા આ અભાપુરા ગામ જેમાં વિશ્વરાજસિહ નુ નામ આજુબાજુ ચારેય ગામોમાં તેમનો ડંકો વાગતો. તેમનો કરિયાણાનો વ્યપાર ચારેય કોર ફેલાયેલો હતો. આમ તો આ ધંધો વણિકો જ કરતાં મોટે ભાગે.  પણ તેમને નાના પાયે ધંધો શરૂ કરેલો અને તેમને ફાવી ગયેલો. સાથે નસીબ પણ એવા ફળ્યા કે ધંધો થોડા જ સમયમાં ધમધોકાર ચારવા લાગ્યો હતો.તેમના બીજા ભાઈઓ પણ હતા પણ તેઓ બીજા ધંધા કરતાં પણ કુટુંબ તો સંયુક્ત હતુ એટલે બધા સાથે જ રહેતા. તેઓ ત્રણેય મા સૌથી નાના હતા. વિશ્વરાજસિહ ના  શિવુબા સાથે લગ્ન થયા હતા. તેઓનુ લગ્ન જીવન સુખી હતુ.