ધ ઊટી... - 21

(66)
  • 2.9k
  • 5
  • 1.9k

21.લગભગ ત્રીસેક વર્ષ પહેલાં.સમય - સવારનાં 8 કલાકસ્થળ - વિશ્વજીતની હોટલ. સવાર પુરે-પુરી રીતે ખીલી ઉઠી હતી, વાતાવરણમાં એક પ્રકારની તાજગી ફેલાય ગઈ હતી, પક્ષીઓ પણ પોતાના બચ્ચાને માળામાં એકલા છોડીને, ડિટેકટીવ એજન્ટની માફક પોતાના બચ્ચાં માટે ખોરાકની શોધ કરવાં માટે નીકળી પડ્યાં હતાં, સૌ કોઈ પોત-પોતાનાં કામ- ધંધે જવા માટે નીકળી ગયાં હતાં, અને આ ભાગદોડ ભરેલી જિંદગીની રેસમાં જોડાય ગયાં, વિદ્યાર્થીઓ પણ પોતાનું ભવિષ્ય ઉજળું બનાવવાની હૈયામાં હામ રાખીને સ્કૂલે પહોંચી ગયાં હતાં, સવાર એ પોતાની જાતે જ એવું સૂચવે છે કે તમે તમારી ભૂલને ભૂતકાળમાં મૂકીને તમારી એ ભૂલો તમારા વર્તમાનમાં સુધારી નાખો, વહેલી સવારનું વાતાવરણ