રેવાની વાતને કૌશલ સારી રીતે સમજતો હતો. એટલે વધારે ભાર આપ્યો નહીં. માત્ર બોલ્યો " રેવા.. એકવાત યાદ રાખજે. તને આગળ કોઈપણ વાર એવું લાગે કે તારે કોઈ વાત કહેવી છે. તો હું છું. તું મને કહી શકે છે. હું સમજું છું. " આજે પહેલીવાર કૌશલ અને રેવા ઝઘડો કર્યાં વગર શાંતિથી વાત કરી રહ્યા હતાં. (થોડાં દિવસો પછી) રચનાનાં લગ્નની ભાગદોડ પછી હવે ધીમે ધીમે બધાં પોતાનાં મુળ જીવનમાં પાછાં વળી રહ્યા હતાં. પોતપોતાના કામે પાછાં ફરી રહ્યા હતાં. દિવસો વીતતા ગયાં અને રચનાની ઉણપ ઘટવા લાગી . એક દિવસ રેવા અને વંદિતા સાથે