મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 10

(16)
  • 3.9k
  • 1.7k

આંગળા ચાંટતાં રહી જશો(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-10) એક સંબંધીનું નોતરું આવ્‍યું. તેને ત્‍યાં જમવા જવાનું હતું. નાનકડો એવો પ્રસંગ રાખેલો હતો. સંબંધના નાતે જમવા ગયો. જમવાને હજી થોડી વાર હતી. મને થયું, લે ને રસોડા તરફ આંટો મારી લઉં. રસોઈ કેવી બને છે એ તો ખબર પડે. આમ વિચારી હું તો રસોડા તરફ ગયો. જઈને થોડું મોટપણ દેખાડવા લાગ્‍યો. હું બોલ્‍યો, ‘‘રસોઈ બરાબર બનાવજો. કોઈ ફરિયાદ ન આવવી જોઈએ.” મારો અવાજ સાંભળીને એક યુવાને મારા સામે જોયું. થોડું વિચિત્ર રીતે જોયું. મને લાગ્‍યું, કયાંક આને