હમસફર - 3

(38)
  • 3.7k
  • 4
  • 1.9k

જેમ હિંદી સીરિયલ માં એક ડાયલોગ ત્રણ-ત્રણ વખત સંભળાવે, એમ અમિતના કાનમાં રિયાના શબ્દોના પડઘા પડ્યા, "ભાઈ નથી બનવું તારે? તો તારે શું બનવું છે?....શુ બનવું છે?.....શું બનવું છે..." અમિતની હાલત તો એ જૂની કહેવત "કાપો તો લોહી ન નીકળે" એવી થઈ ગઈ, તેનું મગજ સુંન્ન થઇ ગયું, શું જવાબ આપવો રિયાને! "ક્યાં ખોવાઈ ગયો!" પોતાના હાથ અમિતની આંખો સામે ફેરવતાં રિયાએ પૂછ્યું. "હં, ના, ક્યાંય નહીં, અહીંજ તો છું." થોથવાતી જીભે તે બોલ્યો. રિયા સમજી ગઈ તેના મનમાં શુ ચાલે છે, "મને ખબર છે તું શું વિચારે છે! ચાલ મારેય તને ભાઈ નથી બનાવવો, ભગવાનના દીધેલા બે છે, હવે