યારા અ ગર્લ - 8

(31)
  • 4k
  • 4
  • 1.8k

અમારો ઈરાદો કેટરીયલને એક ગુપ્ત અને સલામત જગ્યાએ પહોંચાડવાનો હતો જેથી બાળકનો જન્મ સહીસલામત રીતે થઈ શકે. ને એ સુરક્ષિત રહે.પણ અમારી મહેલ છોડવાની વાત મોરોટોસને ખબર પડી ગઈ અને એણે અમારી શોધખોળ ચાલુ કરી દીધી. અમારા માટે એ લોકો થી બચવું મુશ્કેલ હતું. અમે સલામત જગ્યા શોધી રહ્યા હતા પણ કેટરીયલને માટે આવી હાલતમાં ભાગવું અશક્ય હતું. એ ખૂબ થાકી ગઈ હતી. એની હિંમત જવાબ આપી રહી હતી. એને લઈને ફરવું મુશ્કેલ બની રહ્યું હતું.હવે મારા થી નહીં ચલાય, હું ખૂબ થાકી ગઈ છું ઓરેટોન. કેટરીયલ એકદમ નંખાય ગઈ હતી. તે પરસેવાથી રેબઝેબ થઈ ગઈ હતી. મોટું પેટ લઈ