અટપટું ચટપટું @ રવીન્દ્ર પારેખ'આ વખતે તો નોરતામાં ફરાયું જ નહીં.''કેમ?આ વખતે તો ગરબાનો માસ્ટર પ્લાન હતો.''માસ્ટર ખરો,પણ પગ પ્લાસ્ટરમાં હતો.''મતલબ કે નોરતાના ઓરતા અધૂરા રહ્યા.'૦ 'આ વખતે શરદપૂનમે ગરબામાં કોઈ બહેનો જ નથી આવવાની.''તો,તો આ મરદપૂનમ થવાની.'૦'નોરતામાં એટલું નાચી કે શરદપૂનમે અવાય એમ જ નથી.''તો,તમે દરદપૂનમ કરજો.'૦પત્ની:લો દૂધપૌઆ,ખાવ.'અભિનેતા: પૂનમ પહેલાં જ?'પત્ની:તમે તો બધામાં જ રીહર્સલ કરો છો એટલે કહ્યું.'૦'વહુ,આ વખતે શરદપૂનમે કાંદાના ભજિયાં કરજે.''ગાંડા કરી મૂકે એવા ભાવ છે ને તમને કાંદાના ભજિયાં જોઈએ છે?''ના કરતી ભજિયાં,પણ કજિયા ના કર.'૦'શરદપૂનમને કાજોગરીપૂનમ પણ કહે છે.''આ કાજોગરી એટલે શું?''કાજોગરી એટલે જે જાગૃત થયેલું છે તે.''એટલે જ લોકો મોડી રાત સુધી ગરબા ગાય