પિયર

(75)
  • 4.2k
  • 1
  • 1.4k

શિવાની ના લગ્ન ને છ મહિના થયા હતા.શિવાની લગ્નબાદ છ મહીને પહેલીવાર પિયર રહેવા આવેલી. આમ તો સાસરું રાજકોટથી નજીક સુરેન્દ્રનગરમાં જ હતું પણ શિવમની નોકરી બેંગલોર, લગ્ન બાદ રીસેપ્શન પતાંવી બેઉ હનીમુન માટે ઉપડી ગયેલાં અને પાછાં આવી શિવાની પગફેરાની વિધિ માટે એક દિવસ પૂરતું પિયર આવેલી અને તરત જ નવયુગલ બેંગલોર માટે રવાના થઈ ગયેલું. હાલ થયેલા લગ્ન, નવા દિવસો, નવું ઘર, નવું શહેર, નવો માહોલ, બધું સેટ કરતાં કરતાં ક્યાંય દિવસો પસાર થઈ ગયા. અને શિવાની સવારે વહેલી ફ્લાઈટથી રાજકોટ પહોંચી.દીકરી લગ્નબાદ પહેલીવાર ઘરે આવી રહેલી મમ્મી-પપ્પા, દાદા-દાદી, બધાંયના ચહેરા હરખથી છલકાઈ રહેલા. શિવાનીના રૂમની સાફ સફાઈ