ભગવાનનું ઘર - કેરેલા!

(11)
  • 5.9k
  • 1
  • 1.6k

કેરેલા - ભગવાનનું ઘર ! “કશ્મીર મૈ, તુ કન્યાકુમારી... નોર્થ-સાઉથ કી દેખો કટ ગઈ દૂરી હી સારી...” હં... યાદ આવ્યું આ ગાયનનું બેકગ્રાઉન્ડ ? આજે આપણે રખડપટ્ટી કરવા જઈશું ‘ભગવાનના ઘર’ કેરેલાની. ભારતના એકમાત્ર 100% સાક્ષર રાજ્ય કેરેલાની ! આમ તો હું ફરવાની ગજબ શોખીન, પણ કાશ્મીરનો બરફ, કલકત્તાની કારીગરી, ગુજરાતનો દરિયા કિનારો અને ઉંટીની હવાઓ માણી લીધાં પછી કેરેલાથી બહુ વધારે આશા નહોતી. બસ, એક આનંદ નવી જગ્યા જોવાનો ! એરનાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં બેઠા પછી આમ તો ઘણાં બધાં મૂવિઝ અને ગીતો યાદ કરી લીધાં - ‘જીયા જલે જાન જલે’ના શાહરુખ-પ્રિટી નજર આવ્યાં અને