હમસફર - 2

(31)
  • 3.7k
  • 5
  • 2.3k

ચારે બાજુ રંગબેરંગી તીતલીઓ અને તેમની આસપાસ ભમતા ભમરા જેવા છોકરાઓ થી કોલેજનું વાતાવરણ એકદમ ફુલોથી મઘમઘતા બગીચા જેવું લાગતું હતું. કોઈ જુના મિત્રો ફરી મળ્યાની ખુશીઓ માનવતા હતા તો કોઈ નવા મિત્રો બનાવવા મથતા હતા. ક્યાંક ચાર પાંચ યુવતીઓ ટોળે મળીને ખબર નહીં કોઈ વાત પર ખીખી-ખાખા કરતી હતી વળી ક્યાંક અમીર બાપના પૈસા ઉડાવવા આવેલા તેમના 'રાજકુમારો' કોલડ્રિન્કસ ની બોટલો માંથી ઘૂંટડા ભરતાં હીરોગીરી કરી રહ્યા હતા. તો એકબાજુ સ્કૂટી પર બેસેલી બે ત્રણ જણી વાંકાચુકા મોં કરી આંગળીઓથી 'વી' આકાર બનાવી સેલ્ફીઓ લઇ રહી છે, ખબર નહીં કોલેજમાં આવી છે કે પીકનીક પર. "એક વાત પૂછું.?" અમિત