ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૩

  • 3.7k
  • 1
  • 1.9k

'ચાલ કાવી, લેક્ચર નો ટાઇમ થાય ગયો' રાધા ક્યારની કાવ્યા ને બોલાવતી હતી પણ કાવ્યા નું ધ્યાન સમોસા ખાવા પર હતું. ' આજે તો કાકા એ બોવ જ મસ્ત સમોસા બનાવ્યા છે બોલ, ચાલ તું પણ એક ખાઈ લે ' કાવ્યા એ કીધું. રાધા : ના તું જ ખા, મારે લેક્ચર માં જવું વધારે મહત્વનું છે. કાવ્યા : તું બુકમાં જ પાગલ થઇ જશે યાર. રાધા : ( કંટાળી ને) તારું પત્યું હોય તો જઈએ હવે. નઈ તો હું એકલી ચાલી. કાવ્યા : અરે ના ના ચાલ આવું છું, નઈ તો પછી તારે જ શીખવું પડશે.(હસીને) રાધા : હું