બાળકની સ્થિતિ ખુબ નાજુક હતી એવી જાણકારી ડોક્ટરે નેહા અને મિલનને આપી હતી. હવે આગળ...નહોતી ધારી એવી કસોટી આવી છે મારે દ્વારે;તુજ વિના પ્રભુ નથી રહી હવે કોઈ આસ મારે!આજની બાળકની ત્રીજી રાત્રી પણ હોસ્પિટલમાં જ પસાર થઈ હતી. સવારે ૯ વાગ્યે ડૉક્ટર ચેકઅપ કરીને નેહા અને મિલનને બાળકની સ્થિતિની જાણ કરે છે. બાળકના ધબકાર ધીમા છે, બાળક પેરેલિસિસ નું પણ શિકાર છે, આંખ પણ પૂરતું તેજ આપવા સક્ષમ ન હોય એવું લાગે છે, અને ખાસ કે બાળકનો મગજનો વિકાસ બીજા બાળક જેવો કદાચ ન થાય એ મન્દબુદ્ધિનું હોય શકે. આવું બાળકની હાલની સ્થિતિ જણાવે છે, ગઈ કાલે બાળકને એકવાર