વન્સ અપોન અ ટાઈમ - 87

(83)
  • 6.4k
  • 2
  • 4.6k

મુંબઈ પોલીસના ઑફિસરોની એક ટીમ અંડરવર્લ્ડના કુખ્યાત શૂટર સાધુ શેટ્ટીને મુંબઈની સેશન્સ કોર્ટમાં લઈ ગઈ. એક મર્ડર કેસમાં સાધુ શેટ્ટી સામે સુનાવણી ચાલી રહી હતી. થોડા કલાક કોર્ટમાં ગાળ્યા પછી સાધુ શેટ્ટીને લઈને મુંબઈ પોલીસની ટીમ કોર્ટ બહાર જવા નીકળી. કોર્ટમાં રાબેતા મુજબ વકીલો અને ફરિયાદીઓ અને આરોપીઓ નજરે પડી રહ્યા હતા. સાધુ શેટ્ટીને હસવું આવ્યું. એને એક સિનિયર પોલીસ ઑફિસરે સમજાવ્યો હતો કે આ બધા જોખમના ધંધા છોડીને પોતાની અને બીજા માણસોની જિંદગી બરબાદ કરવા કરતા તારી શક્તિનો સદુપયોગ કર તો લોકોના આશીર્વાદ મળશે.