અમે ત્રણેય ઉભા હતાં ત્યાં જ ધારા આવી. એણે જ્યારે કિધુ કે, " હુ તમારાં માટે કૈક લાવી છું. " ત્યારે સાચે " મનમે લડુ ફૂટે "જેવી હાલત હતી. અને ધારાના હાથમાં રાખડી જોઈને એવું લાગ્યું કે જાણે અમને કોઇએ 440 વોલ્ટનો જટકો આપ્યો હોય. હવે અમે ત્રણેય એક બીજાની સામે જોઈ રહ્યાં. અમે એકબીજાની સામે પ્રશ્નાર્થ નજરે જોતાં રહ્યાં. આ રાખડીની બલા માંથી કેમ છૂટવું એ જ વિચારતા હતા. ધારા એની જ ધૂનમાં બોલી જતી હતી. તે બડબડાટ કરતી હતી કે, " મે તો સરને ક્લાસમાં જ રક્ષાબંધન ઉજવવા માટે કહ્યુ હતુ, પણ તેમણે ચોખ્ખી ના પાડી એટલે મારે