લાઇમ લાઇટ - ૩૯

(167)
  • 6.4k
  • 5
  • 3.4k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૩૯ સાકીર ખાન જેવા સુપર સ્ટારે એવો તો કયો ગુનો કર્યો હશે કે તેની ધરપકડ થઇ ગઇ? એવો પ્રશ્ન તેના ચાહકોના મનમાં ઊભો થયો. મિડિયાએ શરૂઆતમાં સાકીરની ધરપકડનું કોઇ કારણ જણાવ્યું ન હતું. જેવી એ વાતની પુષ્ટિ થઇ કે પોલીસે સાકીરની ધરપકડ કરી છે કે તરત જ બ્રેકિંગ ન્યુઝ આપી દીધા કે, ''સાકીર ખાનની પોલીસે ધરપકડ કરી.'' આ અગાઉ પણ સાકીર સામે કેસ થયા હતા. પણ એવા કોઇ ગંભીર ગુના ન હતા કે તાત્કાલિક ધરપકડ થાય. અગાઉ ફિલ્મના પાત્ર દ્વારા ધાર્મિક ભાવના દુભાવવાના અને કોઇ બાબતે વિવાદાસ્પદ બયાન આપવા બદલ તેના પર કેસ થયા હતા. જે ઘણા વર્ષોથી