કાલી પર અસવાર થઈ બાદશાહ મહેલમાં પહોંચ્યો ત્યારે સભાસદો અને રાજમહેલના પ્રત્યેક વ્યક્તિને મહારાજની ઈંતેજારી હતી. વિક્ટોરિયા મહારાજને મળીને ગઈ ત્યાર પછી સભાસદોમાં અનેક તર્ક-વિતર્ક થતા રહ્યા. અંગ્રેજી સલ્તનત અન્ય રજવાડાઓની જેમ આપણા રાજ્ય પર ચઢી ન બેસે એ વાતનુ ટેન્શન બધા જ નગરજનો અને સભાસદોમાં હતુ.. પરંતુ કોઇની હિંમત નહોતી કે બાદશાહ સુલેમાન સાળવીને પૂછી શકે..!! પરંતુ તમામ નગરજનોને પોતાના રાજાધિરાજ પ્રત્યે અભૂતપૂર્વ શ્રદ્ધા હતી વિશ્વાસ હતો પ્રજાજનો માટે એનું વ્યક્તિત્વ ઉદાર અને લાગણીશીલ હતું પોતાના નગરજનોની નાનામાં નાની સમસ્યાને ધ્યાનથી સાંભળતો અને ઉકેલી નાખતો.ન્યાય માટે આવેલા કોઈપણ વ્યક્તિને ક્યારેય નિરાશ થવું પડતું નહોતું.તમામ સભાસદોની હાજરીમાં બાદશાહે કહ્યું. જબ તક મેં