અહીં પ્રસ્તુત થવા જઈ રહેલી કથા એવા જાંબાઝોની છે, જેમણે પોતાની માતૃભૂમિની રક્ષા ખાતર મોતને પડીકે બાંધીને, દુશ્મનને ખુલ્લંખુલ્લાં પડકાર્યા હતા. વાત બીજા વિશ્વયુદ્ધની છે. ફ્રાન્સના સેન્ટ નઝાઇર નામના બંદરીય શહેરમાં આવેલી, જર્મન સૈનિકો દ્વારા જડબેસલાક રીતે સુરક્ષિત એક વિશાળ ગોદીને ઉડાડવાનું કપરું કામ બ્રિટીશ કમાન્ડો સૈનિકોના ભાગે આવે છે. સફળતાની શકયતા ન્યુનત્તમ, છતાં નિષ્ફળ જવાની જરા પણ છૂટ નહીં. સવાલ લશ્કરી શાખનો છે; માતૃભૂમિનો છે અને અંતે અસ્તિત્વનો પણ ખરો, તેથી જીવ ગુમાવીને પણ વિજયપતાકા લહેરાવવાનું સાહસ; ખરેખર તો દુ:સાહસ, બ્રિટીશ કમાન્ડો સૈનિકો કઈ રીતે કરે છે એ જોવું અત્યંત રસપ્રદ અને રોમાંચક બની રહેશે. એ લાખોમાં એક ગણાતાં