અમંગળા - ભાગ ૧

(18)
  • 5.3k
  • 1
  • 8.2k

"એય મંગળા ક્યાં મરી ગઈ !" એટલી બમ સાથે ૧૨ વર્ષની નાની બાળકી દોડતી દોડતી હૉલ માં પહોંચી ગઈ . મંગળા ની ઉદ્દેશીને તે સ્ત્રીએ કહ્યું અમે મંદિરમાં દર્શન કરવા જઇયે છીએ ઘરનું ધ્યાન રાખજે અને આજે બેસતું વર્ષ છે જો કોઈ મહેમાન આવે તો નાસ્તો ધરજે અને ખબરદાર જો એકેય મીઠાઈને તે હાથ અડાડ્યો છે તો . તે સ્ત્રીની આંગળી પકડીને ઉભા રહેલા બાળકે ચેહરા પર માસુમિયત લાવીને પૂછ્યું " મમ્મી , દીદી આપણી સાથે નહિ આવે મંદિરમાં ?" તે સ્ત્રીએ બાળકને વઢતા બાળકને કહ્યું " ચૂપ રહે, ભોગ લાગ્યા છે ભગવાનના તે આ અમંગળાને મંદિરમાં લઇ જાઉં .