શાપિત વિવાહ -5

(100)
  • 15.6k
  • 7
  • 11.5k

યુવાની એકદમ ગભરાઈ જાય છે.અને તેના બુમ પાડતા જ બધા ભેગા થઈ જાય છે. ફક્ત પંદરેક મિનિટમાં આટલું બધુ.ત્યાં સામે દિવાલ પર મોટા અક્ષરે લોહીથી લખેલું હતું અને જાણે હાલ જ કોઈ આવીને લખી ગયું હોય તેમ હજી દીવાલ પર રેલા ઉતરી રહ્યા છે તેના પર મોટા અક્ષરે લખેલું હતુ ," આ પરિવારમા કોઈ દીકરી ક્યારેય લગ્ન કરીને વિદાય નહી થાય......" સિધ્ધરાજ સિંહ તો વિચારમાં જ પડી જાય છે. આ બધુ શુ થઈ રહ્યું છે. આ બધુ જોયા પછી અચાનક બધાને નેહલ યાદ આવે છે.તે રૂમમાં જ હોતી નથી. અને આખો રૂમ અસ્ત વ્યસ્ત પડ્યો હતો. યુવાની બહુ ગભરાયેલી છે.