મહેકતા થોર.. - ૧

(42)
  • 6.2k
  • 8
  • 2.4k

ભાગ-1 " બે ચા પાસ કરજે તો રઘલા.."ને રઘુ મસ્ત મજાની બે ચા લઈ આવ્યો, ચા ટેબલ પર મૂકી રઘો ત્યાં જ ઉભો રહી ગયો, વ્યોમ પાસેથી ટીપ ન મળે ત્યાં સુધી ત્યાંથી નહિ ખસવાનો રઘલાનો નિયમ હતો. ને વ્યોમે પણ રઘલાને નિરાશ ન કર્યો, દશ રૂપિયાની નોટ એના માથે મારી. ને બાઇકની ચાવી આપતા કહ્યું, "રઘલા, આજે બાઇક ધોઈ આપજે તો જરા, ધૂળ ચડી ગઈ છે. " ને રઘલો પણ કોઈને પણ જવાબ ન આપે એવો વ્યોમ પાસે તો પૂંછડી પટપટાવતો આવી જાય. ને કહેવાય છે ને કે પૈસા બોલતા હૈ, અહીં પણ એવું જ હતું. વ્યોમને કામ કઢાવતા