કૂબો સ્નેહનો - 8

(35)
  • 4k
  • 4
  • 1.9k

? આરતીસોની ? આપણે આગળ જોયું, કોઈ ઘટના ઘટવાની ભીતિથી જાતજાતના વિચારોથી ધ્રુજી ઉઠેલી કંચન, વિરાજને સ્કોલરશીપ મળતાં ખુશીનો પાર નહોતો રહ્યો. જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય એવી હેબતાઈ ગઈ હતી અને પછી તો એણે વિરાજને અમદાવાદ શહેરમાં ભણવા મોકલવા માટે ધમધોકાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી.. હવે આગળ.. સઘડી સંધર્ષની... ❣️કૂબો સ્નેહનો❣️ વળતાં ઉનાળાની પરોઢિયે સૂર્ય હજુ શશીને નતમસ્તક હતો. એના અગનગોળામાંથી, ચાદીના ચોરસાને ચોરસા ઓગાળી ઓગાળીને જાણે આકાશ મંડળમાં દૂધિયો રંગ ઢોળી ઠંડક વેરી રહ્યો હતો.. કંચને પ્રાગટ્ય સૂર્યનારાયણને, સૂર્ય નમસ્કારના શ્લોક ઉચ્ચારી તાંબાના કળશથી જળ અર્પણ કર્યુ.. ૐ સૂર્યાય નમઃ । ૐ ભાસ્કરાય