નાચ ગાન અને ઢગલાબંધ વાતોથી રાત પછી આખરે લગ્નનો દિવસ દરવાજો ખટખટાવી રહ્યો હતો. દરેકનાં મનમાં જ્યારે એ વાત ચાલતી હતી કે કાલે આમ કરીશું તેમ કરીશું ત્યારે કોઈ એકનાં મન ઉદાસ બેઠું હતું. બીજું કોઈ નહીં પણ રેવા. " કાલે દીદી ના લગ્ન છે. જાહોજલાલી અને મહેમાનો થી ચોક ઉભરાઈ પડશે. બધાં નવાં કપડાં પહેરી ફરતાં હશે પણ મારું શું? વંદિતાનાં પુછવા પર મેં બોલી દીધું હતું કે મારી પાસે છે કપડાં પણ ખરેખર તો એકપણ કપડાં એવાં નથી કે કાલે શોભે. હવે ભગવાન તમેં જ કશું ચમત્કાર કરો. શું એવું ના થઈ શકે