ખોફનાક ગેમ - 8 - 4

(80)
  • 3.5k
  • 2
  • 1.7k

વિનયે સ્ફૂર્તિથી રિર્વોલ્વરને ખિસ્સામાંથી બહાર કાઢી આ બંને હાથમાં મજબૂતાઇથી પકડી. ભયાનક વેગ સાથે ધસી આવતા ગેંડાએ ત્રાડ નાખી અને જયાં વિનય ઊભો હતો. ત્યાં માથું નમાવીને હુમલો કર્યો. વિનય ખૂબ જ ઝડપથી ઝાડની એક તરફી ફરી ગયો. ‘ધડામ...’ અવાજ સાથે વિશાળકાય ભયાનક ગતિથી તે મોટા ઝાડ સાથે અથડાયો. કડડડ...ભૂસ...ના અવાજ સાથે એ ઝાડ ગેંડાની ભયાનક તાકાતથી તૂટ્યું અને વિનય તરફ નમીને પડ્યું વિનયે છલાંગ લગાવી અને નીચે તૂટી પડતા ઝાડથી તે માંડ-માંડ બચ્યો.