ખોફનાક ગેમ - 8 - 3

(80)
  • 4.2k
  • 3
  • 1.6k

સૂર્ય આથમી જતાં જ ટાપુ પર ઘોર-અંધકારનું સામ્રાજ્ય છવાઇ ગયું. ધુમ્મસે આખા ટાપુ પર કબજો જમાવી દીધો. રાત્રીના ચિર શાંતિભર્યા ખોફનાક વાતાવરણમાં નિશાચર પ્રાણીઓની ત્રાડો ગુંજવા લાગી. જંગલ ધીરે-ધીરે જાગી રહ્યું હોય તેમ વાતાવરણ ભયાનક બનતું જતું હતું. ગુફા અંદરથી ઊંડી અને પહોંળી હતી. જંગલીઓ આસપાસથી સૂકાં લાકડાં શોધી લાવ્યા અને ચકમક પથ્થરથી ગુફાના મોં પાસે તાપણું સળગાવ્યું.