"કાગા ચુન ચુન ખાઈઓ બોટી બોટી માસ, દો નૈના મત ખાઈઓ મોહે પિયા મીલનકી આશ, ની મેઁ.' કૈલાશ ખૈરના સૂફી અવાજમાં આ પંક્તિઓ રેલાઈ રહી હતી. સર્યું સાંભળતા સાંભળતા રડી પડી. સમજાતુ નહોતુુ શું કરવુ. ભાઈ, મમ્મી બધા એક જ વાત કરતા હતા, પણ સર્યુંને સમજાતુ નહોતુ કે પછી સ્વીકારાતૂ નહોતુ. એક તરફ અનુજની યાદમાં જીંદગી નહી નીકળે એ પણ સમજાઈ ગયુ હતુ, તો બીજી તરફ એની હાજરીમાં..ભલે વચ્ચે એલઓસી હોય, પણ હાજરી તો ખરીને એમ કેમ આવુ પગલુ ભરવું. સર્યુંએ મગજ આડુ અવળુ દોડતુ રોકવા સ્કુલમાં જોબ લઇ લીધેલી. પૈસાની તો કોઈ જરૂરત હતી જ નહી. અનુજની સેલેરી તો