વન્સ અપોન અ ટાઈમ - 85

(99)
  • 7.8k
  • 11
  • 4.7k

ચાર દિવસ પછી પપ્પુ ટકલાએ અમને ફરીવાર મળવા બોલાવ્યા. આ વખતે પોલીસ ઓફિસર ફ્રેન્ડ અમારી સાથે હતા. વધુ એકવાર અમે પોલીસ ઓફિસર મિત્ર સાથે પપ્પુ ટકલાના ઘરે પહોંચ્યા ત્યારે પપ્પુ ટકલાએ બ્લેક લેબલ વ્હિસ્કીની બોટલ ખોલીને ડ્રિન્ક લેવાની શરૂઆત કરી દીધી હતી. અમે એના ઘરે પહોંચ્યા ત્યારે રાતના દસ વાગ્યા હતા અને પપ્પુ ટકલાનો પહેલો પેગ પૂરો થવાની તૈયારીમાં હતો. એની સામે એશ-ટ્રેમાં ફાઈવફાઈવફાઈવના બે ઠૂંઠા પડ્યા હતા અને અડધી સળગેલી ત્રીજી ફાઈવફાઈવફાઈવ પણ એના હાથમાં હતી.