અંગારપથ. - ૨૨

(263)
  • 9.6k
  • 12
  • 6k

અંગારપથ. પ્રકરણ-૨૨. પ્રવીણ પીઠડીયા. દક્ષિણ ગોવાનો એ અવાવરૂં કિલ્લો ભયાવહ ધમાકાઓથી એકધારો ગુંજી રહ્યો હતો. પોલીસ પાર્ટીએ સંજય બંડુની ગેંગ ફરતે બરાબરનો ઘેરો ઘાલ્યો હતો અને તેમની ઉપર ધીરે ધીરે પોતાના સકંજો કસતાં જતાં હતા. શેટ્ટી પાછળ તરફથી ગોળ ચકરાવો કાપીને કિલ્લામાં ઘૂસ્યો હતો. હવે તે બંડુનાં માણસોની એકદમ પાછળ હતો. બંડુનાં માણસો તેમની પાછળથી આવતાં ખતરાંથી બેખબર હતા અને તેઓ આગળની તરફ ગોળીબારી ચલાવી રહ્યાં હતા. એ કુલ ચાર માણસો હતા. શેટ્ટીને તેમની પીઠ દેખાતી હતી. તેણે પોતાનાં સાથીદારોને ઇશારો કર્યો અને ઇશારાથી જ રણનિતિ સમજાવી હતી. એ સીધો જ હુમલો કરવાનો ઇશારો હતો એટલે તેઓ રીતસરનાં તેમની