64 સમરહિલ - 99

(185)
  • 9.8k
  • 1
  • 5.2k

ત્રીજા ફૂવારાથી ડાબી તરફ ફંટાવાનું હતું અને રાવટીમાંથી નીકળ્યા ત્યારથી જ બેય ટીમે ડાબે-જમણે અલગ દિશા પકડી હતી. તોય ત્રીજા ફૂવારે પહોંચીને પ્રોફેસર ઘડીક થંભ્યા. ફૂવારાથી ડાબી તરફ એકધારો ઢોળાવ શરૃ થતો હતો. દૂર રાંગ પરથી રેલાતી સાવ પાંખી રોશનીની પૃષ્ઠભૂમાં ઝંખવાતા જતા ઓળાઓને તેઓ ઘડીભર જોઈ રહ્યા. પોતાલા પેલેસ પરિસરમાં જ વાયવ્ય ખૂણેથી શરૃ થતી શ્ત્સેલિંગ્કાની પહાડી અઢી કિલોમીટર સુધી પથરાયેલા કૌતુક સમાન હતી. નિસર્ગની કરાલ, રૌદ્ર લીલાએ કંઈક વર્ષોની કરામત પછી અહીં વિકરાળ ખડકોની વચ્ચે પોલાણ સર્જી દીધા હતા. હજારો વર્ષની ઉથલપાથલ પછી ઠરેલા લાવાના છીદ્રાળુ ખડકોમાં પવનના ઝંઝાવાતે આબાદ ગુફાઓ કોરી નાંખી હતી.