64 સમરહિલ - 96

(213)
  • 12.1k
  • 9
  • 5.4k

લ્હાસાની ભાગોળે ફોર્ડ ગાડી ઊભી રહી ત્યારે સાંજ ઘેરાઈ ચૂકી હતી. મોટા ચોકમાં પ્રવેશતી શહેરની સાંકડી ગલીઓમાંથી સંખ્યાબંધ લોકો આવી રહ્યા હતા. દરેકના હાથમાં રંગીન ફાનસ જલતા હતા અને તેની રોશનીના ઉજાસમાં દરેક ચહેરા પર ઉજવણીનો ઉલ્લાસ ઝિલમિલાતો હતો. સાવ ઝાંખા થતા જતા ઘેરાતી સાંજના અજવાસમાં રંગીન દીવડાંઓની આખી હારમાળા જાણે પોતાલા પેલેસનો ઢોળાવ ચડી રહી હોય એવું સોહામણું દૃષ્ય સર્જાતું હતું. કેસી ભાવવિભોર બનીને પોતાના દેશબંધુઓની ખુશાલીને નજરથી પીતો રહ્યો.