ડિજિટલ ચાંચિયાગીરીથી બચાવતી ટેક્નોલીજી - ટુ સ્ટેપ વેરિફિકેશન

  • 3.7k
  • 2
  • 1.5k

હાલમાં તમે સમાચારોમાં અને સોશિયલ મીડિયા પર ઘણું વાંચ્યું હશે કે ‘સોસીયલ ઈન્ફોર્મેશન લીક થઈ’... ‘હેકર્સ ત્રાટકયા સોશિયલ એકાઉન્ટ પર...’ વગેરે, તો જ્યારે આવું થાય ત્યારે તમારા એકાઉન્ટને કઈ રીતે ફુલપ્રુફ સુરક્ષિત કરવું જાણો છો? નહીં? ચિંતા નહિ! આપણે આ વખતે મેળવીશું ‘ટેક્નોજગત’માં બહુ ઉપયોગી એવા ‘ડબલ લોક’ એટલે કે ‘ટુ-સ્ટેપ-વેરિફિકેશન’ની માહિતી. ટુ-સ્ટેપ-વેરિફિકેશન એ ડબલ લોક સમું કાર્ય કરે છે. અત્યારના સમયમાં સોશિયલ મીડિયા સમાજનું એક અભિન્ન અંગ બની ચૂક્યું છે. સોશિયલ મીડિયામાં આપણું ‘વ્હોટ્સએપ’ પણ હોય, ‘ઇન્સ્ટાગ્રામ’ હોય કે પછી ‘જી-મેલ’, તેમાં રહેલી તમારી માહિતી બહુ કિંમતી હોય છે. જો આ માહિતી કોઈ બીજી વ્યક્તિ મેળવી લે