૨૫,૦૦૦ લોકોને મફતમાં માર્ગદર્શન આપનાર લેડી

  • 2.9k
  • 2
  • 1.1k

ફિલ્મો કરોડો રૂપિયા કમાઈ શકતી હોય અને એમનું જીવન પણ એટલું જ હાઈ ફાઈ હોય એવા હીરો હિરોઈનને પણ એક્ટિંગ સમયે જો માર્ગદર્શનની જરૂર પડતી હોય તો પછી સામાન્ય માણસ માટેની વાત આવે ત્યારે સહજ રીતે કહી શકાય કે એમને પણ મોટીવેશન અને માર્ગદર્શન જોઈએ. એમાં પણ જ્યારે વાત આવે વિદ્યાર્થીઓની ત્યારે એવું કહી શકાય કે એક વિદ્યાર્થીને ભણાવવો એટલે માત્ર શિક્ષણ આપવું એટલું જ નથી હોતું. જીવવાનો સર્વાંગી વિકાસ થાય એ પણ એટલું જ જરૂરી હોય છે. જેમ કે પેલી કહેવત છે 'ભણ્યા પણ ગણ્યા નહીં'. માટે જો બાળકને વિદ્યાર્થીમાંથી માણસ બનાવવો હોય તો એને ગણવવો પણ જરૂરી છે.