બન્ને તરફ ના લોકો એકબીજા ને ટગર ટગર જોઈ રહ્યા હતા.અકીલ તું આ લોકો ને ભગાડ મને બીક લાગે છે? યારા એ કહ્યું.ના યારા એ લોકો આપણ ને કઈ નથી કરી રહ્યા. એતો બિચારા પોતે પણ આપણી જેમ ડરેલા છે, અકીલ બોલ્યો.એકદમ સાચી વાત અકીલ. એ લોકો આપણ ને જોઈ જ રહ્યા છે. કદાચ આ પહેલા એમણે આપણા જેવા માણસો ને જોયા ના હોય? વેલીને કહ્યું.અકીલ ધીરે ધીરે નીચે બેસવા લાગ્યો. એ જેવો બેઠો એટલે પેલા બન્ને પ્રાણી થોડા પાછા પડ્યા. અકીલે તેમની સાથે દોસ્તીના ઈરાદા થી બોલવાનું ચાલુ કર્યું.હેલો, કેમ છો? કેટલા સુંદર છો તમે? પેલા બન્ને પ્રાણીઓ એને જોવા