ગુલાબ - ૩

(78)
  • 6.1k
  • 9
  • 2k

પપ્પા પણ આટલી બધી ઉતાવળ શી છે?કાલે પોતાને જોવાં છોકરાવાળા આવવાના છે એ જાણીને ગુલાબે પૂછેલું.એના પપ્પાએ એમનું હંમેશનું માયાળુ સ્મિત ચહેરા પર રેલાવીને કહેલું, “તૂ તો જાણે છેને બેટા તારી મમ્મીની તબિયત હમણાથી સારી નથી રહેતી. તને દુલ્હનના રૂપમાં જોઇને જાય, તું તારે ઘરે ઠરીઠામ થઇ ગઈ છે એમ એના દિલને ટાઢક વળે તો એનો જીવ મુંજાય નહિ. ગમે ત્યારે યમરાજાનું તેડું આવે તો એ હસતા મોઢે એની આગળની ગતિ કરી શકે. એ મારી પત્ની છે આખી જીંદગી આ ઘર માટે ઘસાયા કરી. ક્યારેય કંઈ માંગ્યું નથી હવે આ એની છેલ્લી ઈચ્છા છે એમ કહીને દીકરીના હાથ પીળા કરવાની વાત