પ્રેમ અંગાર - પ્રકરણ : 29

(85)
  • 3.8k
  • 11
  • 1.8k

આસ્થા આવીને તરત જ કાકુથની પાસે બેસી પડી અને એમનાં કપાળ પર હાથ મૂક્યો. કાકુથે આંખો ખોલી આસ્થાને સામે જોઇ બધી જ ચિંતા દૂર થઇ અને હર્ષાશ્રુ આવી ગયા. આસ્થાની આંખોમાંથી અશ્રુધાર જ વહી રહી હતી. કાકુથે કહ્યું “આવી ગઇ દીકરા ? બસ તારી જ રાહ જોતો હતો. આસ્થાનો હાથ, હાથમાં લઇને બસ એની સામે જોઇને અશ્રુ વહાવી રહ્યા. થોડાં સ્વસ્થ થઇ પૂછ્યું વિશ્વાસ ક્યાં ? વિશ્વાસ તરત જ આગળ આવી કાકુથની સાવ નજીક આવ્યો. કાકુથે વિશ્વાસની સામે અમી નજરે જોયું. કાકુથે વિશ્વાસનો હાથ હાથમાં લીધો ક્યાંય સુધી એની સામે જોયા કર્યું. સતત હાથ પકડી રાખ્યો પછી ધીમા મક્કમ